સબંઘ સ્ટેટસ

કેટલા દુર છો એ મહત્વનું નથી,
અંદરથી સંબંધ કેટલો મજબુત છે 
એ મહત્વનું છે સાહેબ !!
બાકી બધાની એક 
એક્સપાયરી ડેટ હોય છે,
પણ મમ્મી પપ્પાના પ્રેમની નહીં !!
ભાઈ નાનો હોય કે મોટો,
બહેનનો ગર્વ હોય છે !!
આ મતલબી દુનિયામાં,
બાપ જેટલું જતું કોઈ ના કરી શકે !!
થોડી ઢીલ મૂકી જોજો સાહેબ,
ક્યારેય નહીં કપાય સંબંધ !!
અમુક સંબંધો ભલે તૂટી જાય,
પણ ક્યારેય ખતમ નથી થતા !!
જેની સાથે જીવવાની ઈચ્છા હોય,
એની સામે જીતવાની જીદ છોડી દેવાય !!
સંબંધ તો જ સચવાય,
જો એક ગુસ્સો કરે અને 
બીજો થોડું જતું કરે !!
અનેક નિષ્ફળતાઓ બાદ પણ,
તમારી સાથે ટકી રહે એ જ સાચો સંબંધ !!
ખોટા રિલેશનમાં ગયા બાદ જ,
સિંગલ રહેવાની કિંમત સમજમાં આવે છે !!
દરેક સંબંધમાં સૌથી મોટી ગિફ્ટ સમય છે,
અને અફસોસ કે એ બધા પાસે નથી હોતો !!
સંબંધ ચંદનના વૃક્ષ જેવો રાખો,
ભલે ટુકડા હજાર થાય પણ સુગંધ ના જાય !!
જુના સંબંધને ભૂલવા માટે,
નવા સંબંધનો સહારો ક્યારેય ના લેવો !!
સંબંધમાં તિરાડ દુર રહેવાથી નહીં,
સમય ના આપવાથી પડતી હોય છે !!
સંબંધો એવા જ હોવા જોઈએ,
જેને યાદ કરવા વિધિ કે તિથીની 
કોઈ જરૂર નથી પડતી !!
તૂટ્યા પછી ઘણા ખુંચે છે,
પછી એ કાચ હોય કે સંબંધો !!
છોડનારને બહાનાની તાણ નહીં,
નિભાવનારને કારણની જાણ નહીં !!
નાની નાની વાતોનું ધ્યાન રાખો,
તો સંબંધ અતુટ બની જાય છે !!
બાંધવા માટે પાયો મજબુત હોવો જોઈએ,
પછી એ સંબંધ હોય કે ઘર !!
કોઈની ધીરજની એટલી પરીક્ષા પણ ના લેવી,
કે એ સંબંધ તોડવા માટે મજબુર થઇ જાય !!
અંતરે રહેવા છતાં,
અંતરમાં મહેકતો રહે 
તેનું નામ સંબંધ !!
અહંકાર ખુબ જ ભૂખ્યો હોય છે,
અને એનો મનપસંદ ખોરાક છે સંબંધ !!
સંબંધ ધીમે ધીમે પુરા થાય છે,
બસ ખબર અચાનક પડે છે !!
શબ્દો સાચવો સાહેબ,
સંબંધો આપમેળે સચવાશે !!
વસ્તુ હોય કે પછી સંબંધ,
વિકલ્પ વધે એટલે કિંમત 
આપોઆપ ઘટે જ !!
ચાલવાથી શરીર સુધરે,
અને ચલાવી લેવાથી સંબંધ !!
કોઈની ધીરજની એટલી પણ પરીક્ષા ના લ્યો,
કે એ સંબંધ તોડવા માટે મજબુર થઇ જાય !!
હરીફાઈ રમતોમાં સારી લાગે,
સંબંધોમાં નહીં સાહેબ !!
અમુક સંબંધો તૂટી જાય છે,
પણ ખતમ ક્યારેય નથી થતા !!
જયારે વિચારોને 
શંકાના ઘા થવા લાગે છે,
ત્યારે સંબંધ લથડવા લાગે છે !!
અંતરે રહેવા છતાં
અંતરમાં મહેકતો રહે,
બસ તેનું નામ સંબંધ !!
જ્યાં સમજણ અને સમર્પણ,
ત્યાં જ સંબંધો ઉત્તમ હોય છે !!
સંબધોની જરૂરિયાત બધાને હોય છે,
પણ સંબંધોની કદર કોઈકને જ હોય છે !!
શબ્દો સાચવો સાહેબ,
સંબંધો આપમેળે સચવાશે !!
અમુક સંબંધ જિંદગી બદલી દે છે,
મળે તો પણ ના મળે તો પણ !!
સંબંધ હોવાથી સંબંધ નથી બનતો,
સંબંધ નિભાવવાથી સંબંધ બને છે !!
સંબંધ મોટા નથી હોતા,
સંબંધ સાચવનારા મોટા હોય છે !!

Leave a Comment